User:Mayuripatel228/sandbox

Source: Wikipedia, the free encyclopedia.

'સંડેરગામનો ઇતિહાસ'

  પ્રાચીન ગુજરાતના ત્રણ વિભાગો - આનતૅ, લાટ અને સૌરાષ્ટ્ર માં આનતૅ પ્રદેશ (હાલનું ઉતર ગુજરાત) પ્રાચીન સંસ્કૃતિ કેંદ્ર સ્થાન છે.
એ અનેક ઐતિહાસિક પ્રસિધ્ધ સ્થાનોથી ભરપૂર છે. એમાં પાટણ સોલંકી યુગ દરમ્યાન ગુજરાતની રાજ્ધાની બનતાં ગુજરાતમાં અનેક સ્થળોએ શિલ્પ - સ્થાપત્યના વિરલ નમૂના નિર્માણ પામ્યા. 
 એમાં પણ પાટણ પાટનગર હોવાથી પાટણ અને તેની આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં શિલ્પ-સ્થાપત્ય નિર્માણ પામ્યા.એ સમયે આ વિસ્તાર સારસ્વત મંડળ તરીકે ઓળખાતો. 

તેમાં વધિૅ વિષય જે પાછળથી ગંભૂતા પંથક તરીકે ઓળખાતો તેનો સમાવેશ થતો.જેમાં સંડેર ગામ આવેલું છે. આજે પણ દક્ષિણ ભાગમાં આવેલ છે.આજે પણ સૂક્ષ્મ દ્રષ્ટિએ અવલોક્ન કરતાં આ ગામ અતિપ્રાચીન હોવાના ચિહ્નો અનેક સ્થળોએ નજરે પડે છે.સંડેરીમાતાનું સંકુલ એક ઉંચી ટેકરી ઉપર આવેલ છે. જેમાં મંદિરોનુ સંકુલ આવેલું છઠ્ઠી સદીમાં નિર્માણ પામેલ પ્રાક્ચૌલુક્યકલીન સ્થાપત્ય શૈલી ધરાવે છે. તે વિષ્ણુ મંદિર હોવાનું અનુમાન છે.તેની બાજુમાં અર્થાત વચ્ચે આવેલું શિવાલય હોય એવું એની શિલ્પા કૃતિઓ પરથી સ્પષ્ટ પણે પ્રતિત થાય છે. આ મંદિર ચૌલુક્યકાલીન (સોલંકીકાલીન) સ્થાપત્ય ધરાવે છે. તેની ઉત્તર તરફ મોટું મંદિર પણ પ્રાચીન છે. આ મંદિરના સંકુલમાં દક્ષિણ તરફ મોટું રામજી મંદિર છે જે આશરે બસો વર્ષ જૂનું છે. આ ઉપરાંત હોળી ચકલા પાસે ચૌદમી સદીમાં જેનો પુનરોધ્ધાર થયો છે એ ચૈત્યમંદિર અગિયારમી સદીમાં પોરવાડ જ્ઞાતિના જૈન સુમિતશાહના વંશજોએ બનાવેલ છે. તેમાં વીરદાદા ક્ષેત્રપાળ અને શિવશકિતની અલૌકીક પ્રતિમા છે. જે શિવ અને શક્તિની સંયુક્ત પ્રતિમાં છે. જે ક્દાચ ગુજરાતમાં ક્યાંય જોવા મળતી નથી. ઉત્તરખંડમાં કેદારનાથના પવિત્રધામે એવી મૂર્તિ આવેલી છે. એવી અજોડ પ્રતિમાં આજે પણ આસ્થાનું કેંદ્ર બની રહ્યું છે.

  આ ઉપરાંત સોનીવાડામાં નાગદેવ ચાર પ્રતિમાં રૂપી શિલ્પકૃતિઓ પણ અતિ પ્રાચીન છે. તેની દર વર્ષે નાગપાંચમીના દિને અતિ ધામધૂમથી પૂજા અર્ચના તથા દૂધથી અભિષેક થાય છે.

અને શ્રીફળ પણ અર્પણ કરાય છે તથા ગામની ઉત્તરે સિધ્ધનાથ મહાદેવનું અતિ પવિત્ર સ્થાનક છે. ચારેબાજુએ દુર્ગ અને તોતિંગ દરવાજવાળું વિશાળ વિસ્તારમાં નિર્માણ પામેલ આ શિવ મંદિરમાં નિરીક્ષણ કરતાં સ્વયંભૂ લિંગ લાગે છે. જે શ્યામવણી શિવલિંગ છે. એની નીચે વિષ્ણુ અને મહેશ હિંદુ ધર્મના ત્રિદેવની પૂજાનો મહિમા આ શિવલીંગના પૂજન અર્ચનમાં સમાયેલો છે. આ સિધ્ધનાથ મહાદેવના પરીસરમાં ક્રાંતીકારી , સિધ્ધેશ્રરી અને ત્રિકાળજ્ઞાની એવા લાલભારથી મહારાજ થઇ ગયા. તેઓના અનેક ચમત્કારો , પરચા પ્રાચીન સમયે થયેલ છે.

 આવી પ્રાચીનતા ધરાવતી આ નગરી છે. જે પ્રાચીન ઈતિહાસનો વૈભવ ધરાવતું વિરલગામ "સંડેર" છે જે બાવીસો વર્ષનો ઈતિહાસ ધરાવે છે. આજે પણ પાંચગામમાં આગવું સ્થાન ધરાવે છે.

ઇ.સ. પૂર્વે બીજી સદીમાં હાલ પાકિસ્તાનની સિંધુ-પ્રાચીન સરસ્વતીની વચ્ચેની ખીણ પ્રદેશમાં આવેલ "લેય" વિસ્તારમાંથી ભ્રમણ કરતાં આર્ય-કૃર્મિ-ક્ષત્રિય જાતિના લોકો પોતાના સેવકો સાથે પંજાબ , ભિન્ન્માળ ,ઉજ્જૈન , નર્મદકિનારેથી સાંભ્રમતિ કિનારે (સાબરમતી કિનારે) અડાલજ આવી વસેલા ત્યાંથી વટપલ્લી (હાલ પાટણ પાસે વડલી) થઇ જંગરાલ આવેલા ત્યાંથી આપણા પૂર્વજ "રાણાભા" ડેર થઇ "સંડેર" "મોગોના" ભાણીયા તરીકે કાયમી વસવાટ કર્યો.તે પહેલાં આ નગરમાં હાથી,મોગા,હનાત,મુંજાત એ ચાર કુટ વસવાટ કરતી હ્તી. એ સમયે આ નગરીનો વિસ્તારનો હાલ ડાભડી ગામના મહાદેવ સુધી વિસ્તારેલો હ્તો. તે સમયે 2700 પરિવાર જૈન વાણિયા અને 1800 પરિવાર કંસારાના આ નગરમાં વસતા હતાં પણ દુકાળો અને મુસ્લિમોના આક્રમણોને કારણે આ ગામ ચાર વખત ભાગેલું. ઇ.સ. 725 માં મોહમદ-બીજા-કાસીમનોસુબો જુનૈદ એક મોટા લશ્કર સાથે પાટ્ણ વિસ્તાર ઉપર ચડાઇ કરેલ અને આ નગરનો નાશ કરેલ. ત્યારબાદ ઇ.સ. 1025 ના ડિસેમ્બરની 17 મી તારીખને શુક્રવારે મહમદ ગજની સોમનાથ ઉપર ચડાઇ કરવા જતાં ત્યારે રસ્તે આવતા આ નગરને લુંટી-બાળીને નાશ કરેલ અને એજ રીતે ઇ.સ. 1178 પણ આ નગર માટે ગોઝારી પડતાં રહી ગ્ઇ. મહમદ ઘોરી મૂર્તિભંજક બની સ્ત્રીઓને ગુલામ બનાવી આ વિસ્તાર તરફ આવેલ પણ લોકો ભયને કારણે નગર ખાલી કરેલ પણ બાળ રાજા મૂળરાજ સોલંકી બીજાની માતા નાયિકાદેવી રણચંડી બની લશ્કરની આગેવાની લઇ ઘોરીને પરાજય આપી ઉભી પૂંછ્ડી ભગાવેલ. જ્યારે 13 મી સદીમાં અલાઉદીન ખીલજીને રાજા કર્ણદેવ(કરણધેલો)ચારીત્રય ભ્રષ્ટ હોઇ મંત્રી માધવન્સ્સ કહેવાથી આ ખીલજીનો સૂબો ઉલુમખાન અલફખાન સાથે પાટણઉપર ચડી આવી પાટણ અને આસપાસના વિસ્તારને ખેદાન મેદાન કરેલ.તે સાલ હ્તી ઇ.સ 1296.આજનું આ સંડેર એક જ બાપના વસ્તારનું છે. તેમાં સિધ્ધરાજ જયસિંહે અને કુમારપાળ આ ગામ પ્રત્યે સારી લાગણી ધરાવતાં હ્તાં.સિધ્ધરાજ જ્યારે યુધ્ધ કરવાં જતો ત્યારે સંડેરની સમરવાવના પવિત્ર જળનું આચમન કરી સિધ્ધેશ્રીરીના (સંડેરીમાતા) આશીર્વાદ લઇ સિધ્ધનાથ મહાદેવના દર્શન કરી સંડેરમાં રાખેલી લશ્કરી છાવણીને લઇને કૂચ કરતો અને લક્ષ્ય સિધ્ધ કરી પાછો ફરતો.

  સિધ્ધરાજને પુત્ર ન હોવાથી તેની ગાદી ઉપર કુમારપાળ ન આવે તે માટે તેનો કાંટો દૂર કરવા મારી નાખવા નક્કી કરેલ પણ હેમચંદ્રાચાર્યની સૂચનાથી ઉદયન મંત્રી દ્વારા કુમારપાળને 

બચાવી લેવા ગુપ્ત માર્ગે રવાના કરેલ. આ ગુપ્ત માર્ગ તે પાટણ-સંડેરનો. સંડેરની પૂર્વ તરફની સીમમાં ખેતરામાં જાળાં નાખી છૂપાવેલો. સૈનિકો દૂર જતાં પછી કુમારપાળ પાટણની ગાદી ઉપર આવતાં આ ભેંમાને (ભીમજીભાને) પોતનો અંગરક્ષક બનાવેલ તથા પાંચેક પાટીદારોને પણ પોતાની સેવામાં રાખી જીવ બચાવવાનાં કારણે ઋણ મુક્ત બનેલ.

  આજે આ ગામના પાટિદારો , અન્ય કોમના લોકો પણ શિક્ષણક્ષેત્રે ફેલાયેલા છે. ઉપરાંત ઉદ્યોગક્ષેત્રે,વેપારવાણિજ્યક્ષેત્રે ,આરોગ્યક્ષેત્રે અને ઇતર ધંધાર્થે ભારતભરમાં નહી પણ અનેક દેશોમાં
ફેલાયેલાં છે.
 સંડેરમાં બે પાટી છે

1‌.પોળપાટી

2.ખૂણપાટી